'સરદાર સરોવર ડેમે અમારી રોજી છીનવી'
'સરદાર સરોવર ડેમે અમારી રોજી છીનવી'
નર્મદા ગુજરાત માટે જીવાદોરી સમાન છે. પરંતુ કેટલાક માછીમારી કરતા પરિવારો માટે આ નદી હવે જીવાદોરી રહી નથી.
નર્મદા પર સરદાર સરોવર ડેમ બન્યા બાદ તેમની રોજગારી છીનવાઈ ગઈ છે. ડેમ બન્યા પહેલા નદીમાં પુષ્કળ પાણી રહેતું હતું.
જોકે, હવે ડેમની પાછળની બાજુ પાણી ઓછું થઈ જતા હિલ્સા નામની માછલી આ માછીમારોને મળતી નથી.
જેના કારણે ઘણા પરિવારો માછીમારીનો વ્યવસાય છોડવા માટે મજબૂર થઈ રહ્યા છે. જુઓ કેવી છે તેમની સ્થિતિ?
વીડિયો રિપોર્ટ : રોક્સી ગાગડેકર છારા અને વિષ્ણુ વર્ધન
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો