રાજસ્થાનનાં 'વોટર મધર' જે બનાવે છે ચેકડેમ
રાજસ્થાનનાં 'વોટર મધર' જે બનાવે છે ચેકડેમ
રાજસ્થાનમાં અમલા રુઈયાએ લોકોનું જળસંકટ નિવાર્યું છે. આકાર ચૅરિટેબલ ટ્રસ્ટ 'ચેકડેમ' બનાવવા માટે લોકોને મદદ કરે છે.
વરસાદી પાણીનો સંગ્રહ કરવા, જગ્યા બનાવી ઢાળ બનાવવામાં આવે છે અને સૂકો ડુંગરાળ પ્રદેશ, અર્ધ-કુદરતી જળાશયમાં ફેરવાઈ જાય છે.
આ 'ચેકડેમ' ઊનાળામાં બાંધવામાં આવે છે અને જ્યારે ચોમાસું આવે છે, ત્યારે આ વિસ્તારની કાયાપલટ થઈ જાય છે.
એક ચેકડેમથી 150 જેટલા કૂવાનાં પાણીનાં સ્તર ઊંચા આવી શકે છે.
ખેડૂતો આ પાણીથી પશુપાલન અને ખેતી કરી શકે છે. બાળકો પાણી ભરવામાં વ્યસ્ત રહેવાને બદલે શાળાએ જઈ શકે છે
ટ્રસ્ટે અત્યાર સુધીમાં અઢીસો જેટલા ચેકડેમ બાંધ્યા છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો