ત્રણ મિનિટ કરતાં ઓછા સમયમાં જુઓ, કેવી રીતે બને છે ઊંધિયું?

ત્રણ મિનિટ કરતાં ઓછા સમયમાં જુઓ, કેવી રીતે બને છે ઊંધિયું?

આપણા દેશમાં એક જૂની કહેવત છેઃ ઘરકી મૂર્ગી દાલ બરાબર. તેનો અર્થ એવો થાય છે કે ઘરમાં ભલે ગમે તેટલું સ્વાદિષ્ટ ભોજન બનતું હોય, પણ ખાવાવાળા તેનું યોગ્ય મૂલ્યાંકન કરતા નથી.

આવી જ હાલત ગુજરાતી ઊંધિયાની છે. ઊંધિયાને ગુજરાત બહાર અત્યંત સ્વાદિષ્ટ અને બહુ મહેનત વડે તૈયાર કરવામાં આવતી વાનગી ગણવામાં આવે છે.

એક-બે પેઢી પહેલાં ઊંધિયું માટીનાં પાત્રને ખાડામાં ઊંધું દાટી અને બન્ને તરફથી અંગારાના ધીમા તાપમાં પકાવવામાં આવતું હતું.

તેમાં ઊંધિયું પાકતાં કલાકો લાગી જતા હતા. આજના શહેરી જીવનની ભાગદોડમાં ખાવાના શોખીનો પાસે સમય ઓછો હોય છે.

તેથી ઊંધિયું પકાવવા માટે પ્રેશર કૂકર કે મોટાં ઊંડા વાસણોનો ઉપયોગ શરૂ થયો છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો