અમદાવાદમાં કેવી રીતે જીવે છે યહૂદીઓ?

ઇઝરાયલના વડાપ્રધાન નેતન્યાહૂએ ભારતના પ્રવાસ દરમિયાન ગુજરાતની મુલાકાત પણ લીધી.

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને નેતન્યાહૂએ અમદાવાદમાં રોડ શો કર્યો હતો. આ મુલાકાત દરમિયાન તેમણે ગાંધી આશ્રમની મુલાકાત પણ લીધી હતી.

ગુજરાતના લોકોમાં આ મુલાકાતને લઈને ઉત્સાહ છે પરંતુ ગુજરાતમાં વસતા યહૂદીઓ શું કહે છે?

ભારતમાં હાલ 4500 જેટલા યહૂદીઓ રહે છે અને અમદાવાદમાં 100 જેટલા યહૂદીઓ છે. બીબીસી ન્યૂઝ ગુજરાતીએ અમદાવાદમાં રહેતા યહૂદીઓ સાથે વાત કરી હતી.

રિપોર્ટર - રોક્સી ગાગડેકર છારા અને કેમેરામેન - પવન જયસ્વાલ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો