હીરાની ખોજમાં રસ્તા સાફ કરતા આ ગુજરાતીઓને તમે મળ્યા છો?

હીરાની ખોજમાં રસ્તા સાફ કરતા આ ગુજરાતીઓને તમે મળ્યા છો?

સુરતની મહિધરપુરા અને વરાછા રોડની મીની બજારોમાં દરરોજ કરોડો રૂપિયાના હીરાના સોદા રસ્તા પર જ થાય છે.

લગભગ ચાલીસ હજાર લોકો હીરાના ખરીદ-વેચાણ માટે આ બજારોની મુલાકાત લે છે.

ધક્કો લાગવાથી, ભૂલાઇ જવાથી કે પડી જવાથી હીરા ખોવાઈ જાય છે.

સુરતમાં બનતા હીરાની સાઇઝ ખૂબ નાની હોય છે. તે ઘણી વખત ઉડી જતાં હોય છે કે ખોવાઈ જતાં હોય છે, જેને શોધવા મુશ્કેલ બની જાય છે.

આ તબક્કે શરૂ થાય છે હીરાનો અલગ જ વ્યવસાય. લગભગ 500 લોકો આ રીતે આજીવિકા રળે છે.

મનીષ પાનવાળાનો અહેવાલ.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો