આસામમાં જંગલી હાથીઓથી લોકો ભયભીત
આસામમાં જંગલી હાથીઓથી લોકો ભયભીત
આમ તો આસામનું નામ પડતા જ સૌને ચાની મહેક યાદ આવે. સુંદર રમણીય લીલીછમ હરિયાળી યાદ આવે.
પરંતુ આસામના લોકો આજકાલ જંગલી હાથીઓના કારણે સતત ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે.
એક દાયકામાં 800 જેટલા લોકો હાથીઓના કારણે મૃત્યુ પામ્યાં છે.
સ્થાનિક લોકોનો આરોપ છે કે ચાની ખેતી કરતી કંપનીઓ જંગલોમાં ઘૂસી રહી છે, જેના કારણે હાથી જંગલ છોડી ગામમાં ઘૂસી રહ્યા છે.
બીજી તરફ રાજ્ય સરકાર આ માટે ગેરકાયદેસર દબાણને જવાબદાર ઠેરવે છે.
સંવાદદાતા – નવીન સિંહ ખડકા, આસામ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો