બેંગલુરુની ફાર્મિજેન ઍપ ખેતર ભાડે આપે છે
બેંગલુરુની ફાર્મિજેન ઍપ ખેતર ભાડે આપે છે
બેંગલુરુના શમેક ચક્રવર્તીએ ખેડૂતો માટે એક ઍપ બનાવી છે.
જેના ઉપયોગથી લોકો ખેતર ભાડે લઈ શકે છે. શમેક પાસે પાંચ ખેતરો છે અને 400થી વધારે ગ્રાહકો.
શહેરોમાં વસતા લોકો આ ખેતરમાં પોતાની મનપસંદ શાકભાજી ઉગાડે છે.
જેથી તેમને તાજા શાકભાજી મળે છે અને કુદરતના સાનિધ્યમાં રહેવાનો અવસર પણ.
સાથે જ આ ઍપ ખેડૂતોને એક ચોક્કસ રકમ ચૂકવે છે, જેથી ખેડૂતોની આવક ઉભી થાય.
સંવાદદાતા - દેવિના ગુપ્તા, બેંગલુરુ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો