ઇન્સ્યોરન્સ લેતી વખતે કઈ-કઈ બાબતો ધ્યાનમાં રાખશો?
જીવનમાં ટ્વિસ્ટ અચાનક આવે છે, જે બરાબર ચાલતા જીવનને ક્યારે બદલી દે એ નક્કી ન કહેવાય. આવા કેટલાક ટ્વિસ્ટ માટે તૈયાર રહેવાનો એક ઉપાય છે, ઇન્સ્યોરન્સ..
જેના કેટલાક વિકલ્પ તમારી હયાતીમાં ખ્યાલ રાખે છે. તો કેટલાક તમારા ગયા બાદ..
ધંધા પાણીમાં વાત આવા જ વિકલ્પોની, ઇન્સ્યોરન્સની અને ઇન્સ્યોરન્સ લેતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઇએ તેની કરીએ.
ઇન્સ્યોરન્સ એટલે એક એવી વ્યવસ્થા કે જેમાં વીમા કંપની આપના કેટલાંક પ્રકારના નુકસાન, બીમારી, દુર્ઘટના કે મૃત્યુના કિસ્સામાં વળતરની ગેરંટી આપે છે.
ઇન્સ્યોરન્સ પોલિસી બે પ્રકારની હોય છે
- જનરલ ઇન્સ્યોરન્સ
- લાઇફ ઇન્સ્યોરન્સ
ઇન્સ્યોરન્સના ફાયદા
પ્રીમિયમની રકમ પર ટેક્સમાંથી છૂટ મળે છે.
સ્ટોક કે પ્રોપર્ટી પર ઇન્સ્યોરન્સ કરેલો હોય તો વેપારીને બેન્ક લોન સરળતાથી મળે છે.
ઇન્સ્યોરન્સથી સુરક્ષાની ખાતરી મળે છે.
લાઇફ ઇન્સ્યોરન્સને કારણે બચતની આદત પણ પડે છે.
ઇન્સ્યોરન્સ લેતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો
પોલિસીના પ્રકારને જાણો.
વીમાની પસંદગીમાં સાવચેતી રાખો.
પોલિસી પ્રીમિયમ તપાસો.
પ્રીમિયમની સમયસર ચૂકવણી કરો.
નિયમ અને શરતોને ધ્યાનથી વાંચો.
ક્લેઇમ સેટલમેન્ટ રેશિયો તપાસો.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો