પાકિસ્તાનમાં કરાચી પાસે મંઘોપીરમાં સીદી સમુદાયનો મગરોનું સન્માન કેમ કરે છે?
પાકિસ્તાનમાં કરાચી પાસે મંઘોપીરમાં સીદી સમુદાયનો મગરોનું સન્માન કેમ કરે છે?
પાકિસ્તાનના કરાચીમાં મંઘોપીર નામના તિર્થસ્થાને સાત વર્ષ પછી એક મહોત્સવ યોજવામાં આવ્યો.
આ મહોત્સવમાં સીદી સમુદાયના લોકો મગરમચ્છને ફૂલોના હાત પહેરીવી તેના પર ગુલાલ છાંટી તેનું સન્માન કરે છે.
સીદી લોકો મગરમચ્છને પવિત્ર ગણે છે. એટલે તેને દર વર્ષે અંજલિ આપે છે.
પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં વધતી હિંસાના કારણે આ પ્રાંતમાં આ મહોત્સવ પર પ્રતિબંધ જાહેર કરવામાં આવ્યો હતો.
સાત વર્ષ પછી ફરીથી આ મહોત્સવ ઉજવવામાં આવ્યો.
સીદી સમુદાયનું મૂળ આફ્રિકા હોવાનું મનાય છે.
ગુજરાતના જૂનાગઢમાં ગીરમાં પણ સીદી સમુદાયનો મોટો વર્ગ વસવાટ કરે છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો