તમે નહીં રહો પછી પરિવારનું શું થશે? એનું કંઈ પ્લાનિંગ કર્યું છે?

તમે નહીં રહો પછી પરિવારનું શું થશે? એનું કંઈ પ્લાનિંગ કર્યું છે?

પરિવારનો વીમો પ્લાન કરી રહ્યા હોવ તો આ વીડિયો પહેલા જોઈ લેજો.

ટર્મ ઇન્સ્યોરન્સ અને તેને લેતી વખતે ધ્યાનમાં રાખવા જેવી બાબતો

શું તમે વિચાર્યું છે કે તમે ન રહો તો તમારા પરિવાર કે તમારા પર નિર્ભર લોકોનું શું? એક રસ્તો છે જીવન વીમો. એક્સપર્ટના મતે ટર્મ પ્લાન અસલી ઇન્સ્યોરન્સ છે.

ટર્મ ઇન્સ્યોરન્સ માં તમે એક નક્કી કરેલા સમય સુધી પ્રીમિયમ ચૂકવો છો.

ટર્મ ઇન્સ્યોરન્સનું પ્રીમિયમ, પરમેનેન્ટ ઇન્સ્યોરન્સની સરખામણીએ ઓછું હોય છે. પરંતુ ટર્મ ઇન્સ્યોરન્સની એક એક્સપાયરી ડેટ હોય છે.

ટર્મ પ્લાન એવો ઇન્સ્યોરન્સ છે જેમાં ઓછું પ્રીમિયમ આપવા પર મોટી રકમનું કવરેજ મળે છે. પરંતુ ટર્મ એટલે કે સમયમર્યાદા પૂરી થતા મેચ્યુરિટી બેનિફિટ નથી મળતો.

આમાં જે વ્યક્તિનો વીમો થયો છે, તેનું જો કમનસીબે મૃત્યુ થાય છે. તો તેના નૉમિનીને કેટલીક રકમ મળે છે.

પરંતુ જો પોલિસીનો સમય પૂરો થઈ ગયો પણ વ્યક્તિ જીવિત હોય તો કંઈ જ રિટર્ન નથી મળતું.

માર્કેટમાં સામાન્ય ટર્મ પ્લાન સિવાય કેટલાક એવા પણ ટર્મ પ્લાન ઉપલબ્ધ છે જેમાં રાઇડર્સ એટલે કે શરતો સાથે ગ્રાહકને વધારે સુરક્ષા પૂરી પાડે છે.

ટર્મ પ્લાન ખરીદતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો,

•સરન્ડર વૅલ્યૂ ન મળે

•ઇન્સ્યોરન્સના સમયગાળા દરમિયાન કે ત્યારબાદ વળતરરૂપે રકમ નહીં મળે.

•પોલિસી સામે લોનનો લાભ નહીં

•પ્રીમિયમ ન ચૂકવતા પોલિસી બંધ થવાનું જોખમ

•બધી જ માહિતી પૂરેપૂરી આપો

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો