મુંબઇના ગુજરાતી યુવાઓએ તૈયાર કર્યું મૅજિકલ ચેસબોર્ડ
મુંબઇના ગુજરાતી યુવાઓએ તૈયાર કર્યું મૅજિકલ ચેસબોર્ડ
મુંબઇના ભવ્ય ગોહિલ અને આતૂર મહેતા નામના બે ગુજરાતી યુવાઓએ અનોખું ચેસબોર્ડ તૈયાર કર્યું છે. તેની મદદથી અમદાવાદમાં રહેલો ખેલાડીમાં અમેરિકામાં રહેતા મિત્ર સાથે ચેસ રમી શકે છે.
આ ચેસની ખાસ વાત એ છે કે ચેસબોર્ડ તમારા મોબાઇલ ઍપ સાથે બ્લૂટૂથથી કનેક્ટ થઈ જાય છે.
એટલે ખેલાડી જે ચાલ ચાલે તેની સામે વિશ્વના ગમે તે ખૂણે બેઠેલો બીજો ખેલાડી મોબાઇલથી જે ચાલ ચાલે, તે મુજબ પ્યાદા ચેસબોર્ડ પર સરકે છે.
આ ચેસબોર્ડ ખાસ કરીને પ્રજ્ઞાચક્ષુઓ માટે તૈયર કરવામાં આવ્યું છે.
સાથે જ આ ઍપ પર ચેસ ટૂર્નામેન્ટ લાઇવ જોઈ શકાય છે.
ચેસની રમતના નિષ્ણાતોએ આ નવી ટૅકનિકનું સ્વાગત કર્યું છે.
કેવી રીતે રમાશે ચેસની આ રમત જુઓ આ વીડિયોમાં.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો