#BBCShe મહિલાઓ બોલશે અને દુનિયા સાંભળશે

#BBCShe મહિલાઓ બોલશે અને દુનિયા સાંભળશે

#BBCShe શું છે? આ એક એવો પ્રયત્ન છે જે બીબીસી વાચકોને પોતાની કહાણી કહેવાની તક આપશે.

બીબીસીની ટીમ અલગ અલગ શહેરોમાં અને ગામડાંઓમાં જશે અને મહિલાઓને તેમના સવાલો પૂછશે.

મહિલાઓ અમને બતાવશે કે બીબીસી પર કઈ સ્ટોરીઝ જોવા, વાંચવા કે સાંભળવા માગે છે અને અમે તેમની સલાહ પર અમલ કરી તેમના સૂચનો મુજબ સ્ટોરીઝ કરીશું.

અમે મહિલાઓના દિલની વાત સાંભળવા માગીએ છીએ. તેમને શું પ્રેરણા આપે છે? કઈ વાતો તેમને પરેશાન કરે છે? કઈ વસ્તુઓ તેમને ખુશ રાખે છે? અમે બધું જ સાંભળવા માગીએ છીએ, જાણવા માગીએ છીએ.

બીબીસીની ટીમ બિહાર, આંધ્ર પ્રદેશ, તમિલનાડુ, ગુજરાત, પંજાબ અને મહારાષ્ટ્રમાં જશે અને મહિલાઓ પાસેથી તેમના મુદાઓ જાણશે.

અને આ સફરમાં તમે અમારી સાથે રહેશો. પરંતુ કઈ રીતે?

જે રાજ્યોમાં અમે જઈ રહ્યા છીએ, ત્યાં તમે બીબીસીની ટીમને મળી શકો છો. જો તમે અન્ય જગ્યાએ છો તો વેબસાઇટ અને સોશિયલ મીડિયા દ્વારા અમારી સાથે રહી શકો છો.

આ શ્રેણી શું છે તેને જાણવા આ વીડિયો જુઓ.