નર્સરીમાં મહિલા ટીચર્સનું વર્ચસ્વ તોડવા માંગે છે આ પુરુષો
નાનપણમાં બાળકને નર્સરીમાં એડમિશન લેવા જાવ એટલે એમના ટીચર કોણ હશે એ સવાલ માતાપિતાના મનમાં પહેલો જ આવે.
એમના ટીચર તરીકે મોટેભાગે આપણે મહિલાઓ જ જોવા મળે છે.
પરંતુ યુકેમાં નર્સરી ટીચર તરીકે પુરુષો પણ નોકરી કરતાં હોય છે.
જોકે ત્યાં પણ તેમને આ નોકરી માટે ફીટ ગણવામાં આવતા નથી.
પુરુષ તરીકે તેમની આ નોકરીને ઊતરતી ગણવામાં આવે છે.
તમને આ વાંચવું પણ ગમશે:
તેઓ બાળકોને સાચવી શકશે કે નહીં એ વિશે પણ શંકાની દૃષ્ટિએ તેમને જોવામાં આવે છે.
પરંતુ નિષ્ણાતો માને છે કે પુરુષોને આ વ્યવસાયમાં પ્રોત્સાહિત કરવા જરૂરી છે.
કારણ કે મોટાભાગના પુરુષોને તો એ પણ ખબર નથી હોતી કે આ કામ તેઓ કરી શકે છે.
આ પણ એક વ્યવસાય છે જેમાં તેમના માટે નોકરી ખાલી હોય છે.
કેવી રીતે પુરુષ નર્સરી ટીચર બાળકોની સંભાળ રાખે છે અને તેમને ભણાવે છે.
એ જોવા માટે નિહાળો આ વીડિયો.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો