આધાર-નિરાધાર: આધાર કાર્ડ પર લોકોના અભિપ્રાય
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

#aadhar: દિલ્હીના લોકો આધાર વિશે શું કહે છે?

આધાર કાર્ડના નંબરને જુદી જુદી સર્વિસ સાથે જોડવાનો મુદ્દો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે.

આધાર નંબરના કારણે પ્રાઇવસીનો મુદ્દો પણ ઊભો થયો છે અને અવારનવાર આધારની માહિતી લીક થયાના સમાચારો પણ આવતા રહે છે.

આવા સંજોગોમાં આધારને ફરજિયાત કરવું જોઈએ કે કેમ તે મુદ્દે ભારે વિવાદ જાગેલો છે.

સુપ્રીમ કોર્ટ હાલમાં આ મુદ્દે સુનાવણી કરી રહી છે અને હાલ પુરતી આધાર લિન્ક કરવાની સમયમર્યાદા અનિશ્ચિત મુદત માટે લંબાવી છે.

ત્યારે આ અંગે દિલ્હીના લોકો શું કહે છે અને તેમનું આધાર કાર્ડ અંગે શું માનવું છે તે અંગે અમે તેમને પૂછયું.

લોકોએ આધાર નંબરના મામલે જુદા જુદા અભિપ્રાયો આપ્યા.

કેટલાક લોકોએ કહ્યું કે બૅન્ક અને સરકાર પાસે તેના નંબર છે તો તેઓ અમારી માહિતીનો ઉપયોગ કરી શકે છે. એમાં અમે શું કરી શકીએ.

તો એક વ્યક્તિએ કહ્યું કે આધાર લિન્ક થવાના કારણે હવે મને બૅન્કમાં પૈસા રાખવાનો ડર લાગે છે. જેથી હું વધારે રૂપિયા બૅન્કમાં નહીં રાખું.

જુઓ આ અંગે અમારો ખાસ વીડિયો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો