#BBCShe: ના મહિલાની ઇચ્છા, ના પુરુષની મરજી, તો આ કેવાં લગ્ન?
#BBCShe: ના મહિલાની ઇચ્છા, ના પુરુષની મરજી, તો આ કેવાં લગ્ન?
માની લો કે તમે એક લગ્ન લાયક યુવતી છો, જેમનાં લગ્ન કરવા માતાપિતા એટલા બધા હેરાન-પરેશાન થઈ રહ્યાં છે.
હવે તેઓ એક યુવકનું અપહરણ કરી તેમની સાથે તમને પરાણે પરણાવી દે છે.
આ પ્રકારનાં લગ્નમાં ના તો તમારી મરજીને ધ્યાને લેવામાં આવે છે કે ના તો સામેવાળા યુવકને તેમની પસંદ પૂછવામાં આવે છે.
જ્યારે પટણામાં BBCSheના કાર્યક્રમમાં કૉલેજની છોકરીઓએ મને આ પ્રકારનાં લગ્ન વિશે વાત કરી તો મને પહેલાં તો વિશ્વાસ ના આવ્યો.
કોઈ છોકરી આ પ્રકારનાં લગ્ન કેવી રીતે કરી શકે?
લગ્ન પછી જો યુવક આ લગ્નનો સ્વીકાર ના કરે તો? લગ્ન બાદ સાસરાપક્ષે એ છોકરી કેવી રીતે રહેશે?
વીડિયોમાં જુઓ અમારી ખાસ રજૂઆત.
રિપોર્ટર - દિવ્યા આર્યા
પ્રોડ્યુસર - વિકાસ પાંડે
શૂટ એડિટ - કાશિફ
રિસર્ચર: સિટ્ટુ તિવારી
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો