આ પોલીસ અધિકારીને ખબર નથી કે તેમની સાથે કેવો ભયાનક અકસ્માત થશે?

આ પોલીસ અધિકારીને ખબર નથી કે તેમની સાથે કેવો ભયાનક અકસ્માત થશે?

અમેરિકાના ઉટાહમાં વાતાવરણ બર્ફીલું છે. અને તેમાં અકસ્માતની ઘટનાઓ બનતી રહે છે.

આવી જ એક અકસ્માતની ઘટના અંગે તપાસ કરવા માટે સર્જેન્ટ કેડ બ્રેન્ચલે ઘટનાસ્થળે પહોંચ્યા હતા.

તેમને ક્યાં ખબર હતી કે અકસ્માતની તપાસ કરતા કરતા તેઓ પોતે જ અકસ્માતનો શિકાર બની જશે.

પોલીસ અધિકારી અકસ્માતની ઘટના અંગે તપાસ કરી જ રહ્યા હતા, કે ત્યાં અચાનક એક હાઇ સ્પીડ કારે પોલીસ અધિકારીને અડફેટે લીધા હતા.

આ અકસ્માતમાં તેમનો હેમખેમ બચાવ થયો છે અને ખભાના ભાગે થોડી ઇજાઓ થઈ છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો