ગુજરાતમાં ભારત બંધના સર્મથનમાં અનેક શહેરોમાં વિરોધ
સુપ્રીમ કોર્ટ દ્વારા અપાયેલા એક ચૂકાદા સામે આજે અનુસૂચિત જાતિ અને જનજાતિના લોકોએ નારાજગી દર્શાવવા માટે ભારત બંધનું એલાન આપ્યું છે.
વિવિધ દલિત સંગઠનો આ મામલે વિરોધ કરી રહ્યાં છે. ગુજરાત સહિત દેશભરના અનેક શહેરોમાં હાલ વિરોધ થઈ રહ્યો છે.
ભારત બંધની અપીલ કરનારા અનુસૂચિત જાતિ-જનજાતિ સંગઠનોના અખિલ ભારતીય મહાસંઘના રાષ્ટ્રીય પ્રધાન મહાસચિવ કેપી ચૌધરીએ બીબીસી સાથે વાતચીત કરતાં કહ્યું કે સુપ્રીમ કોર્ટના ચૂકાદાથી દલિત સંગઠનો નારાજ છે.
તેમણે કહ્યું, "છેલ્લા કેટલાક દિવસોમાં પ્રિવેન્શન ઓફ એટ્રોસિટી એક્ટમાં તાત્કાલિક કાર્યવાહીની જોગવાઈને નબળી કરવા અંગેના સુપ્રીમ કોર્ટના ફેંસલાથી દલિત સંગઠનો નારાજ છે."
વીડિયોમાં જુઓ ગુજરાતના વિવિધ શહેરોમાં કેવી રીતે થયો વિરોધ.
વીડિયો:
બિપિન ટંકારીયા
શૈલેષ ચૌહાણ
પવન જયસ્વાલ
દર્શન
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો