કારમાં ઘૂસ્યો ચિત્તો, મોત સામે જોઈ ધ્રુજી ઉઠ્યા ટૂરિસ્ટ

તમે ફરવા નીકળ્યા હોવ અને તમારી સાથે તમારી કારમાં એક ચિત્તો મહેમાન બનીને બેસવા આવી જાય તો?

સ્વાભાવિક છે કે આવી પરિસ્થિતિમાં કોઈ પણ વ્યક્તિના ડરથી પરસેવા છૂટી જાય.

આવું જ કંઈક બન્યું બ્રિટન હેય્સ સાથે કે જેઓ તાન્ઝાનિયામાં પોતાના સાવકા પિતા સાથે મળીને શિકાર પર નીકળ્યા હતા. અને અચાનક જ એક ચિત્તો તેમની કારમાં આવીને ચઢી બેઠો.

અચાનક ટપકી પડેલા આ મહેમાને કારમાં 10 મિનિટ જેટલો સમય વિતાવ્યો.

પરંતુ જ્યારે તેણે હરણ સ્વરૂપી શિકાર પોતાની સામે જોયો, તો કાર છોડવાનું મન બનાવ્યું. અને કારમાં હાજર લોકોએ રાહતનો શ્વાસ લીધો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો