થાઇલેન્ડના આ માર્કેટમાંથી ટ્રેનને પસાર થતી જોવા દેશવિદેશથી આવે છે પર્યટકો

થાઇલેન્ડનું આ બજાર સૌથી મોટું ફળોનું બજાર છે.

આ બજારની ખાસિયત એ છે કે તેની વચ્ચેથી રેલવે ટ્રેક પસાર થાય છે.

જ્યાંથી દિવસમાં આઠ વખત ટ્રેન પસાર થાય છે.

જ્યારે ટ્રેન પસાર થાય છે ત્યારે પાસેના સ્ટેશન પરથી જાહેરાત કરવામાં આવે છે.

વળી, દુકાનદારોને પણ ટ્રેનના સમયની જાણકારી હોય છે.

એટલે ટ્રેનનો હોર્ન વાગે કે તરત જ દુકાનદારો તેમની ટોકરીઓ ખસેડી, છત્રી ખેંચીને ટ્રેનને જગ્યા આપે છે.

આજ કારણે આ બજારને 'છત્રી ખેંચો બજાર' તરીકે પણ ઓળખવામાં આવે છે.

આ બજાર સો વર્ષ જૂનું છે અને માછીમારોના આવાગમન માટે અહીં રેલવે સ્ટેશન બનાવવામાં આવ્યું હતું.

અહીંના લોકો માટે ભલે આ તેમની દૈનિક ક્રિયાના ભાગરૂપ હશે, પરંતુ અહીં ફરવા આવેલા પર્યટકો માટે આ રીતે ટ્રેનને સાંકડી ગલીમાંથી પસાર થતી જોવી એક લહાવો છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો