વ્યથાનાં વીતક: "જો મને પેન્શન મળે, તો હું મારા બાળકોને સમયસર જમાડી શકું."

વ્યથાનાં વીતક: "જો મને પેન્શન મળે, તો હું મારા બાળકોને સમયસર જમાડી શકું."

હસીના સોટા અને પુષ્પાદેવી ગુજરાતમાં રહેતાં અનેક મહિલાઓમાંના એક છે કે જેઓ રાજ્ય સરકાર પાસેથી પેન્શનની રાહ જોઈને બેઠાં છે.

2015માં પતિના મૃત્યુ બાદ હસીના પાસે આવકનો કોઈ સ્ત્રોત નથી. હસીના તેમજ તેમનાં ચાર દીકરાએ કેટલીક વખત તો એક ટંકનું ખાવાનું મેળવવા માટે પાડોશીઓની મદદ પર નિર્ભર રહેવું પડે છે.

હસીના કહે છે, "બે વર્ષ કરતાં વધુ સમય વીતી ગયો છે પરંતુ હજુ સુધી મને પેન્શન મળ્યું નથી. જ્યારે પણ હું તેમની ઑફિસે જઉં છું, તેઓ કહે છે કે તેઓ મને પત્ર મોકલશે. પરંતુ હજુ સુધી મને કોઈ પત્ર મળ્યો નથી."

આ તરફ શહેરી વિસ્તારમાં પણ પરિસ્થિતિ આવી જ કંઈક છે. અમદાવાદ જેવા શહેરમાં રહેતાં પુષ્પાદેવી પણ આવી જ સમસ્યાનો સામનો કરી રહ્યાં છે.

તેઓ પણ 2016થી વિધવા પેન્શનની રાહમાં બેઠા છે. પરંતુ તેમનાં હાથે અત્યાર સુધી માત્ર નિરાશા જ લાગી છે.

પ્રોડ્યૂસરઃ દિવ્યા આર્ય

રિપોર્ટરઃ રોક્સી ગાગડેકર છારા

શૂટ એડિટઃ પવન જૈસવાલ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો