ભારતમાં આગામી સમયમાં નોકરીનું ભવિષ્ય કેવું રહેશે?

ભારતમાં આગામી સમયમાં નોકરીનું ભવિષ્ય કેવું રહેશે?

ભારતમાં રોજગારીની તકોના મુદ્દાએ દરેકનું ધ્યાન ખેંચ્યું છે. બેરોજગારીનો મુદ્દો ખાસ કરીને ત્યારે વધારે મહત્ત્વનો છે જ્યારે દેશની વસ્તીમાં યુવાનોનો હિસ્સો ઘણો મોટો છે.

ચિંતા એટલે પણ છે કે ઓટોમેશન અને આર્ટિફિશયલ ઇન્ટેલિજન્સ જેવી નવી તકનીકોને કારણે ઘણા ક્ષેત્રોમાં રોજગારીની તકોમાં ઘટાડો થવાની સંભાવના છે.

નવી નોકરીઓ આવી તો રહી છે, પરંતુ મુશ્કેલી એ છે કે ઘણા ક્ષેત્રોમાં છટણી પણ થઈ રહી છે.

આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠન(ILO)ના તાજેતરના રિપોર્ટ મુજબ, બેરોજગારીની સમસ્યા વિશ્વ અને દક્ષિણ એશિયા કરતાં ભારતમાં વધુ છે.

ભારતમાં સૌથી મોટી ચિંતા સંપૂર્ણ રોજગારની છે. જે 2017-19માં 3.4% થી 3.5% રહશે.

દર 10 માંથી 7 વ્યક્તિ અસંગઠિત ક્ષેત્રમાં કામ કરે છે. જેમની પાસે કોઇ પણ પ્રકારની સામાજિક સુરક્ષા નથી. મોટા ભાગનું કામ કોઈ પણ લેખિત કરાર વિના કરાય છે.

માહોલ એટલો નિરાશાજનક પણ નથી. પાછલા વર્ષના ટ્રેન્ડ પર નજર કરીએ તો ગત વર્ષે સંગઠિત ક્ષેત્રમાં સૌથી વધુ નોકરીઓ આવી

ઇન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી એટલે કે ફિક્કી અને નૅસકોમના એક અહેવાલમાં જણાવાયું છે કે કુલ કામદારોના 37% લોકો આગામી ચાર વર્ષમાં નવી નોકરીઓ કરશે.

રિપોર્ટ મુજબ 2022 સુધીમાં આઈટી અને બીપીઓ સેક્ટરમાં કામ કરતાં કર્મચારીઓના સ્કિલ્સમાં મોટો બદલાવ થશે. આ ઉપરાંત બૅન્કિંગ, નાણાકીય સેવાઓ, વીમો, ઓટોમોટિવ સેક્ટર પણ લોકોને પણ મોટા પ્રમાણમાં રોજગારી આપશે.

આ અહેવાલમાં જણાવાયું છે કે વર્ષ 2022 સુધીમાં સંગઠિત ક્ષેત્રમાં ઉત્પાદન અને સેવા ક્ષેત્રે 10 મિલિયનથી વધુ રોજગારીની તકો હશે. ઉપરાંત સ્ટાર્ટઅપ માટેનું વાતાવરણ તો પોઝિટિવ છે જ.

નોકરી ઇચ્છતા લોકોએ બજારની માંગ પ્રમાણે પોતાનામાં ફેરફાર લાવવા પડશે. અહીં વૈશ્વિક સ્તરે રોજગારીની પેટર્નમાં મોટા અને અનિવાર્ય બદલાવ આવતા હોય છે.

લોકો ફોર્મલ, લાંબા ગાળાના રોજગારથી બીજા પ્રકારમાં જઈ રહ્યાં છે. તો રોજગારીમાં હવે વધારે નોલેજ, રોજ નવું શિખવાની ધગશ અને મલ્ટીટાસ્કીંગની પણ જરૂર પડે છે.

નવી નોકરી શોધતા હોવ કે નોકરી ચેન્જ કરવા માગતા હોવ તો All the very best.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો