ગામડાં અને શહેરોમાં પાણીના ઉપયોગમાં શું ફરક હોય છે?
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

શહેરમાં ‘રનિંગ વૉટર’ સામે ગામડામાં પાણી માટે ‘વૉકિંગ’

અમદાવાદમાં રહેતાં મેઘાને ઘરે મળતું પાણી 'રનિંગ વૉટર' લાગે છે, ત્યારે આણંદ જિલ્લાના ઉંટવાડા ગામનાં કૈલાસબેનને એ જ પાણી માટે કિલોમીટરો સુધી 'વોકિંગ' કરવું પડે છે.

પણ શું ખરેખર શહેરી અને ગ્રામીણ વિસ્તારમાં થતા પાણીના વપરાશ વચ્ચે તફાવત છે? એ જાણવા મેઘા બીબીસી ગુજરાતીની ટીમ સાથે કૈલાસબેનના ગામે પહોંચ્યાં.

અહીં આ લોકોએ ઘરકામ માટે ગંદું, ડહોળું પાણી વાપરવું પડે છે. આ જ પાણી તેમણે ઢોર માટે પણ ઉપયોગમાં લેવું પડે છે.

અહીં પાણી ભરવું એક અઘરું કામ છે.

જુઓ બીબીસી ગુજરાતીનો ખાસ વીડિયો રિપોર્ટ

સ્ટોરી: રોક્સી ગાગડેકર છારા, કેમેરા: પવન જયસ્વાલ, એન્કર: RJ મેઘા

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો