રરર
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

બંને પગ ગુમાવ્યા પછી ખુમારીથી જીવન જીવી રહા છે આ પોલીસ ઓફિસર

પંજાબના હું હોશિયારપુર જિલ્લામાં આવેલા હુક્કડ઼ા ગામના રામ દયાલ. ચંદીગઢ પોલીસમાં ઈન્સપેક્ટર તરીકે ફરજ બજાવે છે. પણ અમુક વર્ષો પહેલા જર્મનીના ફ્રૅન્કફર્ટમાં ટ્રેન અકસ્માત થતાં તેમના બંને પગ કાપી નાખવા પડ્યા.

તેમને પાંસળીમાં ફ્રેક્ચર થયું હતું, હાથમાં સાત ફ્રેક્ચર થયા હતા. ઉપરાંત માથામાં પણ ઇજાઓ પહોંચી હતી. ઘણા દિવસો તેઓ કોમામાં પણ રહ્યા.

થાોડા સમય માટે તેઓ હતાશ થયા પણ ફરી એક વાર કંઇક કરવાની, લોકોને મદદ કરવાના ઉત્સાહે તેમને ફરી જીવતાં કર્યા.

ભણતર પૂરું કરવા તેમણે મજૂરી કરીને પૈસા ભેગા કર્યા હતં. તેઓ કહે છે કે, ભણવા માટે પૈસા બચાવવા રીક્ષા ચલાવી હતી. શિક્ષણની મદદથી જ આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર તરીકે તેમને નોકરી મળી. એ પછી યુનાઈટેડ નેશન્સમાં પણ તેમણે ફરજ બજાવી, તે સમયે રામ દયાલ યુગોસ્લાવિયાના કોસોવોમાં હતાં.

બીબીસી સાથે વાત કરતાં રામ દયાલ જણાવે છે તેઓ કઈ રીતે આ મુશ્કેલી સામે લડ્યા અને ડિપ્રેશનમાંથી બહાર આવ્યા.

રિપોર્ટર ખુશાલ લાલી, કેમેરા- મંગલજીત સિંહ, એડિટિંગ- રાજન પપનેજા

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો