એવા વિકલાંગ ખેડૂતો જેનો સ્વીકાર સમાજ પણ નથી કરતો!
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

પંજાબના એવા વિકલાંગ ખેડૂતો જેનો સ્વીકાર સમાજ પણ નથી કરતો!

દેશના મોટાભાગના ખેડૂતો ખેતી સાથે પશુઓ પણ પાળે છે. જેથી તે ખેતીની સાથે સાથે નાના પાયે પશુપાલનના વ્યવસાય સાથે પણ સંકળાયેલા હોય છે.

પંજાબમાં આવા જ ખેડૂતોમાંના કેટલાક હવે વિકલાંગ બની ગયા છે. તેમની વિકલાંગતાનું કારણ છે, પશુઓનો ઘાસચારો કાપતું મશીન.

આ મશીન દ્વારા ખેડૂતો પશુઓને ચારો કાપીને નાખે છે, પરંતુ કેટલાક એવા ખેડૂતો છે જેમના હાથ આ મશીનમાં આવી જતા તેઓ વિકલાંગ બન્યા છે.

આ વિકલાંગતા જ હવે તેમના માટે જીવનભરનો બોજ બની રહી છે.

વિકલાંગ હોવાને લીધી તેમને પૂરતું કામ નથી મળતું અને મળે છે તો ખૂબ ઓછા રૂપિયા મહેનતાણાંરૂપે મળે છે.

તો જુઓ પંજાબના આ ખેડૂતોની કહાણી.

રિપોર્ટર- સુખચરણપ્રીત, એડિટ- રાજન પપનેજા

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો