તમે આ રીતે ક્યારેક તો કાન સાફ કરાવ્યા જ હશે
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પર આ રીતે કાન સાફ કરાવ્યા છે?

એક જમાનો એવો હતો જ્યારે કૉટન બડ્સ નહોતા અને ત્યારે લોકો બહાર જઈને કાન સાફ કરાવતા હતા.

રેલવે સ્ટેશન કે બસ સ્ટેન્ડ જેવા ગીચ વિસ્તારોમાં આવા કાન સાફ કરનારા લોકો બેસતા હતા.

તેમની પાસે જઈને લોકો આરામથી કાન સાફ કરાવતા.

પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં પરિસ્થિતિ બદલાઈ ગઈ છે.

બજારમાં કૉટન બડ્સ સરળતાથી ઉપલબ્ધ છે એટલે લોકો જાતે જ કાન સાફ કરી લે છે.

બીજી તરફથી ડૉક્ટર્સ આ રીતે કાન સાફ ન કરવાની સલાહ આપે છે.

જેના કારણે આ વ્યવસાયને ભારે ફટકો પડ્યો છે.

આ વ્યવસાય સાથે જોડાયેલા લોકો શું કહે છે જુઓ આ વીડિયોમાં

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો