સાવધાન...આ કેરીઓ CCTVની નજર હેઠળ છે
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

સુરત: સાવધાન...આ કેરીઓ CCTVની નજર હેઠળ છે

આંબાની આ વાડીમાં કેરીઓની સંભાળ સીસીટીવી રાખે છે. દક્ષિણ ગુજરાતના સુરત જિલ્લાના ચીખલીમાં કેરીની સિક્યૉરિટી માટે આધુનિક ટેકનોલોજિનો ઉપયોગ કરવામાં આવે છે.

અહીંના દેસાઈ પરિવાર પાસે પાંચ હેક્ટર ખેતરમાં કેરીઓની વાડી ફેલાયેલી છે.

તેમણે આંબાની વાડીઓની સંભાળ રાખવા માટે સીસી ટીવી કૅમેરા લગાડ્યા છે.

અહીં કુલ 12થી 13 સીસીટીવી કૅમેરા કેરીઓ પર નજર રાખે છે.

દેસાઈ પરિવારનું માનવું છે કે વાડીઓમાં કેરીઓની સાર સંભાળ રાખવા માણલો મળતા નથી.

અમુકવાર માણસો મળી જાય તો વિશ્વાસુ નથી હોતા. એવામાં આ ટેકનોલોજિથી 24 કલાક વાડી પર નજર રાખી શકાય છે.

કેવી રીતે સીસીટીવી કૅમેરા કેરીઓની દેખભાળ કરે છે જુઓ આ રિપોર્ટ.

રિપોર્ટ - મિરાની પટેલ, કૅમેરામેન - કુશલ પંડ્યા

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો