બૅંકિંગ સિસ્ટમમાં વપારાતો શબ્દ NPA એટલે શું જાણો છો?

બૅંકિંગ સિસ્ટમમાં વપારાતો શબ્દ NPA એટલે શું જાણો છો?

આનું કારણ છે બેડ લોન. બેડ લોન એટલે કે એવી લૉન જેમની વસૂલી કાંતો થઈ નથી રહી અથવા લૉનના પૈસા વસૂલવા લગભગ અશક્ય છે.

આર્થિક ભાષામાં તેને એનપીએ અથવા નોન-પર્ફોર્મિંગ એસેટ્સ કહેવામાં આવે છે.

બૅંક તમારી જરૂરિયાત મુજબ લોન આપતી હોય છે. લોનના બદલે ગ્રાહકે પોતાની મિલકત ગિરવી મૂકવી પડે છે.

એના બદલામાં દર મહિને હફ્તો ભરવાનો હોય છે. હવે જો બૅંકને મળતા હફ્તા બંધ થઈ જાય તો તેને NPA માનવામાં આવે છે.

90 દિવસની અંદર લોનના હપ્તા બૅંક ના વસુલી શકે તો તેને NPAમાં મૂકવામાં આવે છે.

સપ્ટેમ્બર 2008માં એનપીએની રકમ 53,917 કરોડ હતી જે 2015માં છ ગણી વધી ગઈ.

તાજેતરમાં જ સરકારે સંસદમાં જાણકારી આપી હતી કે બૅંકિંગ સિસ્ટમમાં NPA લગભગ સાડા આઠ લાખ કરોડ સુધી પહોંચી ગઈ છે.

સપ્ટેમ્બર 2008માં રકમ હતી 53,917 કરોડ રૂપિયા

2015માં આ રકમ હતી 3,50,000 કરોડ રૂપિયા

હાલમાં આ રકમ છે 8 લાખ 40 હજાર 958 કરોડ રૂપિયા

સરકારે એનપીએથી બચવા માટે બૅંકિંગ રેગ્યુલેશન એક્ટમાં બદલાવ કર્યો છે. બૅન્કિંગ રેગ્યુલેશન અમેંડમેન્ટ ઑર્ડિનેંસ 2017 અંતર્ગત આરબીઆઈને વધુ મજબૂત બનાવવામાં આવી છે.

સ્ક્રિપ્ટ - દિનેશ ઉપરેતી

પ્રોડ્યુસર - સુમિરન કૌર

એડિટર - નિમિત વત્સ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો