જ્યારે દાદાને રોડ ક્રોસ કરાવવા ટ્રાફિક પોલીસે તેમને ઊંચકી લીધા
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

જ્યારે ટ્રાફિક પોલીસે દાદાને આ રીતે કરાવ્યો રોડ ક્રોસ

મોટા શહેરોમાં ટ્રાફિકની સમસ્યા જોવા મળતી હોય છે. આથી તેને નિયંત્રિત કરવા માટે ટ્રાફિક સિગ્નલની વ્યવસ્થા હોય છે.

તમે જોયું હશે સિગ્નલ ગ્રીન થતાં જ વાહનો પૂર ઝડપે આગળ ધપી જાય છે.

આથી લોકો રોડ ક્રોસ કરવા ઘણી ઉતાવડ કરતા હોય છે. ઘણી વાર રોડ ક્રોસ ન થયો હોય અને સિગ્નલ ગ્રીન થઈ જાય છે.

આવી જ રીતે એક સિનિયર સિટીઝન 12 લેનનો રોડ ક્રોસ કરતી વકતે વચ્ચે ફસાઈ ગયા હતા.

વાહનોએ આગળ જવાનું શરૂ કરી દીધું. અને દાદા મૂંઝવણમાં મુકાઈ ગયા કે હવે શું કરવું.

પણ ત્યાં તો ગણતરીની સેક્ન્ડમાં જ હાજર ટ્રાફિક પોલીસકર્મીએ તેમને મદદ કરી.

રસપ્રદ વાત એ રહી કે તેમણે દાદાને પીઠ પર ઉંચકીને રોડ ક્રોસ કરાવ્યો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો