ઘરે બેઠા આ રીતે ભરી શકાય છે ઇન્કમટૅક્સ રિટર્ન
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

ધંધા પાણી: ઘરે બેઠાં સાત સ્ટેપ્સ દ્વારા ભરો ઇન્કમટૅક્સ રિટર્ન

નાણાકિય વર્ષ 2017-18 માટે ઇન્કમટૅક્સ રિટર્ન ભરવાનો સમય આવી ગયો છે.

આજે અમે તમને ‘આઈટીઆર ફૉર્મ – 1 સહજ’ ઓનલાઇન ભરવાની સંપૂર્ણ પ્રક્રિયા જણાવીશું.

ઘરે બેઠા આ રીતે ભરી શકાય છે ઇન્કમટૅક્સ રિટર્ન અને તેના ફાયદા.

ઘરે બેઠા કઈ રીતે ભરી શકાય ઇન્કમટૅક્સ રિટર્ન?

કેટલાક લોકો ઇન્કમટૅક્સ રિટર્ન ફાઇલ કરવા માટે ચાર્ડટ એકાઉન્ટન્ટ એટલે કે સીએની મદદ લેતા હોય છે, પરંતુ કેટલાક લોકો જાતે જ આઈટીઆર ફાઇલ કરી શકે છે અને તેને ઓનલાઈન ફાઇલ કરવું મુશ્કેલ નથી.

આઈટીઆર ફાઇલ કરવાના આઠ ફાયદા

1.ટેક્સ રિફંડ માટે ક્લેઇમ કરી શકાય છે – જો તમે ટેક્સ રિફંડ ક્લેઇમ કરવા ઇચ્છો છો તો તમારે ઇન્કમટૅક્સ રિટર્ન ફાઇલ કરવું જ પડશે.

2.હોમ લોન, એજ્યુકેશન લોન અને ઑટો લોન મંજૂર થવાની પ્રક્રિયા ઘણી સરળ અને ઝડપી થઈ જાય છે.

3.ઘર અથવા જમીનની નોંધણી કરાવવામાં પણ મદદરૂપ થાય છે.

4.વિઝા મેળવવાની પ્રક્રિયા પણ સરળ થઈ જાય છે.

ફાયદા:

ટેક્સ રિફંડ ક્લેઇમ કરી શકાય છે-

લોન મંજૂરીની પ્રક્રિયા સરળ થઈ જાય છે

ઘર અથવા જમીનની નોંધણી કરવામાં મદદરૂપ થાય છે

વિઝાની પ્રક્રિયા પણ સરળ થઈ જાય છે

અન્ય ફાયદા:

જો તમે પણ હાઇ લાઇફ કવર લેવા માગો છો તો તમારે આઈટીઆરની કોપી આપની પડશે.

6. પેનલ્ટી ભરવાથી બચી શકાય – સમય પર આઈટીઆર ફાઇલ ન કર્યું તો દંડ થઈ શકે છે.

7. વધારાનું વ્યાજ નહીં આપવું પડે – જો તમારે ટેક્સ ભરવાનો થાય છે અને તમે આઈટીઆર ફાઇલ નથી કર્યું તો તમારે ટેક્સ પર વ્યાજ પણ ચૂકવવું પડી શકે છે.

8. જો ઑરિજિનલ રિટર્ન ફાઇલ કરવામાં તમારાથી કોઈ ભૂલ થઈ જાય તો તેને રિવાઇઝ્ડ રિટર્નમાં સુધારી શકાય છે.

ફાયદા

હાઈ લાઇફ કવર

પેનલ્ટી ભરવામાંથી મુક્તિ

વધારાનું વ્યાજ નહીં ભરવું પડે

રિવાઇઝ્ડ રિટર્ન

કઈ રીતે ઘરે બેઠાં રિટર્ન ફાઇલ કરી શકાય તે જાણવા માટે જુઓ વીડિયો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો