એ વ્યક્તિ જે છેલ્લા ચાર મહિનાથી ઍરપૉર્ટ પર જીવી રહી છે
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

આ વ્યક્તિ છેલ્લા ચાર મહિનાથી એક ઍરપૉર્ટ પર જીવી રહી છે

તમે સાંભળ્યું હશે કે કોઈ વ્યક્તિ જહાજમાં અને જંગલમાં જીવન ગુજારતું કે રહેતું હોય.

કોઈ શોખ માટે તો કોઈ પ્રોફેશનના લીધે આવું કરતું હોય છે.

પરંતુ આ વ્યક્તિ છેલ્લા ચાર મહિનાથી મલેશિયાના એક ઍરપૉર્ટ પર રહે છે.

તમને સવાલ થશે કે તે કેમ આવું કરે છે અને આખરે તે છે કોણ.

ખરેખર આ સીરિયાની વ્યક્તિ છે અને સીરિયાની સરકારે તેને વૉન્ટેડ જાહેર કરેલ છે.

કેમ કે સીરિયામાં યુદ્ધ ફાટી નીકળતા લડાઈમાં નહીં જોડાવા બદલ તેમને સરકારે વૉન્ટેડ જાહેર કરી દીધા છે.

તેઓ યુએઈમાં કામ કરતા હતા પણ વૉન્ટેડ જાહેર થતાં તેમને ત્યાંની સરકારે પરત મોકલવાનો નિર્ણય કર્યો હતો.

પરંતુ હસન નામની આ વ્યક્તિએ વિનંતી કરી કે તેમને સીરિયા નહીં મોકલવામાં આવે.

ત્યારબાદ યુએઈ સરકારે તેમને એક અન્ય દેશમાં મોકલી આપ્યા અને પછીથી શરૂ થયો તેમનો સંઘર્ષ.

આ વ્યક્તિના સંઘર્ષ અને તેઓ એક ઍરપૉર્ટ પર કઈ રીતે જીવે છે તે જાણવા જુઓ આ વીડિયો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો