ગુજરાતનું ગૌરવ ગણાતી ગીર ગાયનું બ્રાઝિલ કનેક્શન
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

ગૌરવ ગણાતી ગીર ગાયનું સંવર્ધન કરવામાં ગુજરાત નિષ્ફળ?

1960માં બ્રાઝિલના વેપારી ગીર ગાય માટે ગુજરાત આવ્યા હતા. જસદણના પૂર્વ રાજવી પરિવારના સત્યજીત ખાચર કહે છે:

"તેમણે ભાવનગરના રાજાને આ માટે વિનંતી કરી હતી. કેમ કે, ગીર ગાય તેમની દૂધની ઉચ્ચ ગુણવત્તા માટે ખૂબ પ્રખ્યાત રહી છે.

“રાજાએ તેમને પાંચ ગાય અને ત્રણ વાછરડાં આપ્યાં હતાં.”

ભાવનગર-બ્રાઝિલ ગીર ગાય વિશેની કહાણી છેલ્લા કેટલાક વર્ષોમાં ગુજરાતમાં ચર્ચાનો વિષય રહી છે.

એક સમયે એવા પણ અહેવાલ હતા કે ગુજરાત સરકારે બ્રાઝિલથી ગીર ગાયના શુક્રાણુના દસ હજાર ‘ડોઝ’ આયાત કરવાનો નિર્ણય કર્યો હતો.

બ્રાઝિલ માટે કામધેનુ પુરવાર થયેલી ગુજરાતની ગીર ગાયના બ્રાઝિલ કનેક્શન અને તેના શુક્રાણુની આયાત વિશે ગુજરાત અને અન્ય રાજ્યોના પશુપાલકોના અભિપ્રાય જાણવા જુઓ આ વિશેષ અહેવાલ.

રિપોર્ટર – અરવિંદ છાબરા

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો