એ યોદ્ધા રાણી જેને પુરુષોની સેનાનું નેતૃત્વ કર્યું

એ યોદ્ધા રાણી જેને પુરુષોની સેનાનું નેતૃત્વ કર્યું

આફ્રિકાની રાણી એમિનાએ વિશ્વ બદલી નાંખ્યું.

એમિનાનો જન્મ આશરે 1533માં નાઇજિરીયાના ઝાઝઉમાં થયો હતો.

તેમનો પરિવાર ઘોડા, આયાતી ધાતુ, કપડાં, મીઠા જેવી ચીજોનો વેપાર કરતો હતો.

તેમના પિતાના મૃત્યુ બાદ ભાઈ કર્માએ સિંહાસન સંભાળ્યું.

પણ એમિનાએ બીજો રસ્તો પસંદ કર્યો.

એમિનાને ઝાઝઉની પુરુષ પ્રધાન સેનામાં સ્થાન આપવામાં આવ્યું, અને યોદ્ધાની તાલીમ આપવામાં આવી.

ભાઈના મૃત્યુ બાદ એમિના તેમના લોકોની પ્રથમ રાણી બની ગઈ.

સત્તામાં આવ્યાના થોડા જ મહિનાઓમાં તેમણે સેના સાથે પહેલી ચડાઈ કરી.

તેઓ દરેક યુદ્ધ પછી બંદી પુરુષને પતિ બનાવતાં અને તેની સાથે એક રાત વીતાવતાં અને સવારે તેની હત્યા કરી દેતાં હતાં.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો