એ આફ્રિકન મહિલા, જેણે આરબો સામે બાથ ભીડી

દિહ્યા કે કાહિના નામથી વિખ્યાત આફ્રિકાના અલજીરિયામાં જન્મેલા મહિલા યોદ્ધા હતાં.

ઇતિહાસમાં તેમના વિશે વિશેષ ઉલ્લેખ નથી, પરંતુ જાણકારોનું અનુમાન છે કે તેઓ સાતમી સદીમાં થઈ ગયાં.

દિહ્યાએ રોમન સામ્રાજ્યના પતન બાદ મુસ્લિમ આક્રમણકારો સામે બાથ ભીડી હતી.

પોતાના સમુદાયના લોકોના સ્વાભિમાન માટે તેઓ આરબો સામે લડ્યા હતાં.

વિવિધ ધર્મ અને સંસ્કૃતિમાં તેમની કહાણી વણાયેલી હોવા છતાં તેઓ ઇતિહાસમાં ખાસ જાણીતા નથી.

વધુ માહિતી માટે જુઓ આ વીડિયો અહેવાલ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો