યમનમાં ગૃહયુદ્ધના કારણે સ્વાસ્થ્ય સંકટ સર્જાયું

યમનમાં ગૃહયુદ્ધના કારણે સ્વાસ્થ્ય સંકટ સર્જાયું

એક તરફ અમેરિકા યમનમાં યુધ્ધવિરામ કરવા સાઉદી અરેબિયા પર દબાણ કરી રહ્યું છે, તો બીજી તરફ સંયુક્ત રાષ્ટ્રએ પણ અહીંના બીમાર લોકોને બહાર લઇ જવા માટે પરવાનગી આપવાની માગ કરી છે.

ચાર વર્ષથી યમનમાં લોકો ગૃહયુદ્ધમાં ફસાયેલા છે. યુદ્ધમાં ફસાયેલા ઘણાં બીમાર લોકો ઇલાજ વિના ટળવળી રહ્યાં છે.

યમનની સ્વાસ્થ્ય સેવા, યુદ્ધના લીધે ઊભી થયેલી આફતનો સામનો કરી રહી છે.

યમનમાં મોટાભાગની સ્વાસ્થ્યને લગતી સુવિધાઓ ઠપ થઈ ગઈ છે.

યમનના દર્દીઓ સ્વાસ્થ્ય સંબંધિત સારવાર માટે બહાર જઈ શકે તેના માટે બહાર જવાના કરાર માટે સંયુક્ત રાષ્ટ્ર પ્રયત્નો કરી રહ્યું છે. જોકે,આ કરાર થશે કે કેમ તે સ્પષ્ટ નથી થયું.

યમનના સ્વાસ્થ્ય સંકટ વિશે વધુ માહિતી મેળવવા જુઓ આ વીડિયો અહેવાલ.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો