ફેક ન્યૂઝ અંગે જાગૃતિ ફેલાવવા પોલીસે સાંસ્કૃતિક ગ્રૂપ બનાવ્યું

ફેક ન્યૂઝ અંગે જાગૃતિ ફેલાવવા પોલીસે સાંસ્કૃતિક ગ્રૂપ બનાવ્યું

બીબીસીની બિયૉન્ડ ફેક ન્યૂઝની સિરીઝ અંતર્ગત જાણો તેલંગણાના એક એવા પોલીસ દળને જે ફેક ન્યૂઝ વિશે જાગૃતિ ફેલાવવા પ્રયાસરત છે.

આ પોલીસદળે એક સાંસ્કૃતિક ગ્રૂપ બનાવ્યું છે અને આ ગ્રૂપ ગામે-ગામ ફરી, ગીતો ગાય છે અને અભિનય કરે છે.

આ પ્રકારે તેઓ ફેક ન્યૂઝ વિષે લોકોને જાગરૂક કરવાનું કાર્ય કરી રહ્યાં છે.

પોલીસ રેકર્ડ જણાવી રહ્યા છે કે ભારતમાં છેલ્લા ત્રણ મહિનામાં સોશિયલ મીડિયામાં ફેક ન્યૂઝ આગળ વધારવાના 18 કેસો નોંઘાયા છે.

બીબીસી પહોંચ્યું અહીંના જોગુલંબા ગદવાલ અને વનાપર્તિ જિલ્લાના ગામોમાં જ્યાં એક સમયે સુવિધાઓ પહોંચતી નહોતી...

વધુ માહિતી મેળવવા માટે જુઓ બીબીસી સંવાદદાતા દિપ્થી બથિનીનો આ રિપોર્ટ.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો