શા માટે આ રૉબોટ માર્કેટમાં ધૂમ મચાવી રહ્યો છે?

ટેકનૉલૉજીમાં થઈ રહેલી નવી શોધોને કારણે રૉબોટિક્સની દુનિયા વધુને વધુ વિસ્તરી છે, ત્યારે મૂળ નાઇજિરિયાના 27 વર્ષના યુવાને સ્પાઇડર રોબૉટ બનાવી, માર્કેટમાં ધૂમ મચાવી છે.

કરોળિયા જેવો દેખાતો આ ચાર પગો રોબૉટ વિશ્વના પહેલા ગેમિંગ રૉબોટ પૈકીનો એક છે, જે બ્રિટિશ- નાઇજીરિયન મૂળના સાયલસ ઍડીકુન્લેના ભેજાની નીપજ છે.

પોતાની કંપની લોન્ચ કરતા પહેલા સાયલસે રૉબોટિક્સમાં રિસર્ચ કર્યું અને હવે તેઓ બ્રિસ્ટોલની આ લેબમાં પોતાના હુન્નરને અજમાવી રહ્યાં છે.

મેકામોન બાળકો માટે જ નહીં, પરંતુ મોટાઓનું પણ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. તે માણસની જેમ પર્યાવરણ સાથે વાતો કરી શકે છે, દલીલ કરી શકે છે.

વધુ માહિતી માટે જુઓ વીડિયો અહેવાલ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો