ફેક ન્યૂઝની ચકાસણી માટે યુવાનોએ ‘યૂ-ટર્ન’ વેબસાઇટ બનાવી

અમારી ફેકન્યૂઝની શ્રેણી અંર્ગત તામિલનાડુના એવા યુવાઓને જાણો જેમણે તથ્યો ચેક કરવા માટે એક વેબસાઇટ બનાવી છે.

તેમણે યૂ-ટર્ન નામનું એક ફેસબુક પેજ પણ બનાવ્યું છે.

આ ગ્રૂપના ફાઉન્ડર વિગ્નેશ કાલીદાસન અમેરિકામાં રહે છે. વિગ્નેશ ડેટા એન્જિનિયર છે અને તેઓ ટ્રેન્ડિંગ ન્યૂઝ પર નજર રાખે છે.

તેઓ મૂળ તામિલનાડુના વતની છે. તેઓ રોજ રોજના સમાચાર પર નજર રાખે છે.

ચેન્નઇ ફ્લડ, જલીકટ્ટુ પ્રોટેસ્ટ, જય લલિતાનું મૃત્યુ હોય કે પછી કરૂણાનીધીની અંતિમવિધિ. ગેરસમજ વધારતા સોશિયલ મીડિયામાં પ્રસરતા સમાચારોને આ લોકો તપાસે છે અને રોકે છે.

જોઈએ કેવી રીતે આ યુવાઓ ફેક ન્યૂઝને રોકવા માટે કામ કરે છે.

વધુ માહિતી માટે જુઓ વીડિયો અહેવાલ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો