ઇંગ્લૅન્ડમાં દિવાળીની કથા કઠપૂતળીઓ દ્વારા દર્શાવી
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

ઇંગ્લૅન્ડમાં અહીં કઠપૂતળીઓ દ્વારા કહેવાય છે દિવાળીની કથા

ઇંગ્લૅન્ડના લૅસ્ટરમાં દિવાળીના તહેવારની રોનક કંઈક જુદી રીતે જ જામી હતી.

અહીં ભારતીય મૂળના યુવાને દિવાળીની કથા વર્ણવતા મોટી મોટી કઠપૂતળીઓ બનાવી છે.

આ યુવાન નૃત્ય અને સંગીત દ્વારા કઠપૂતળીની મદદથી અંધકાર પર પ્રકાશની અને અસત્ય પર સત્યના વિજયની કથા લોકોને દર્શાવી રહ્યા છે.

આ કઠપૂતળીઓ રામાયણની કથા કહે છે, જેમાં રાજા રામ તેમની પત્ની સિતાને રાવણથી બચાવે છે, રામ કપિરૂપ હનુમાનની મદદ માગે છે, અને તેઓ રાવણ સાથે યુદ્ધ કરીને સિતાને લંકામાંથી મુક્ત કરાવે છે.

આ મોટી કઠપૂતળીઓ લિસ્ટર યુનિવર્સિટી અને સિટી સેન્ટરના રસ્તાઓ પર ફરી રહી હતી.

તેમની સાથે ડાન્સર્સ અને ડ્રમર્સ પણ જોડાયા હતા.

વધુ માહિતી માટે જુઓ વીડિયો અહેવાલ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો