કાશ્મીર : પેલેટ ગનથી માત્ર 20 મહિનાની બાળકીને ગોળી વાગી

કાશ્મીર : પેલેટ ગનથી માત્ર 20 મહિનાની બાળકીને ગોળી વાગી

કાશ્મીરમાં પ્રદર્શનકારીઓને અંકુશમાં લેવા, સુરક્ષાદળો પેલેટ ગનનો ઉપયોગ કરતા હોય છે.

જોકે, તેના કારણે તેમને ઘણી વખત ટીકાનો સામનો પણ કરવો પડતો હોય છે. કારણ કે ઘણા નિર્દોષો લોકો પણ પેલેટ ગનની ઝપેટમાં આવી જતા હોય છે.

હાલમાં જ આવી એક ઘટના કાશ્મીરમાં બની, જ્યારે બે વર્ષથી પણ ઓછી ઉંમરની હિબા પેલેટ ગનની ઝપેટમાં આવી ગઈ. તેમની આંખમાં ગોળી વાગી છે.

હિબા પેલેટ ગનની સૌથી નાની વયની પીડિત છે.

બીબીસી સંવાદદાતા આમિર પિરઝાદા હિબાના પરિવારને મળ્યા હતા. જુઓ, આ વીડિયો રિપોર્ટ.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો