મળો સાઇકલ પર 15 દેશ ફરનારાં વેદાંગી કુલકર્ણીને
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

દુનિયાના સૌથી યુવા મહિલા જેમણે 15 દેશની મુસાફરી પૂર્ણ કરી 159 દિવસમાં

પુણેનાં સાઇકલિસ્ટ વેદાંગી કુલકર્ણી 20 વર્ષની વયે વિશ્વનું પરિભ્રમણ સાઇકલ પર કરનારાં વિશ્વના સૌથી યુવા મહિલા બની ગયાં છે.

વેદાંગીએ 159 દિવસમાં નિર્ધારિત ફિનિશ લાઇન ક્રૉસ કરી બતાવી છે.

આ પ્રકારની સફળતા મેળવનાર વેદાંગી પ્રથમ એશિયન પણ બની ગયાં છે.

વિશ્વમાં વેદાંગી સિવાય બ્રિટનના સાઇકલિસ્ટ જૅની ગ્રૅહામ જ છે કે જેમણે સાઇકલ પર વિશ્વનું 29000 કિલોમીટરનું અંતર માત્ર 124 દિવસમાં પુર્ણ કર્યુ છે.

વેદાંગી 16 વર્ષનાં હતાં ત્યારથી સાઇકલિંગ કરે છે અને હાલ તેઓ યૂકેમાં સ્પોર્ટ્સ મૅનેજમૅન્ટમાં સ્નાતકનો અભ્યાસ કરી રહ્યાં છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો