કેવી રીતે પુરુષોના નિયંત્રણમાં જીવે છે સાઉદી અરેબિયાની મહિલાઓ?
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

પુરુષોના તાબામાં કેવી રીતે જીવે છે સાઉદી અરેબિયાની મહિલાઓ?

તાજેતરમાં જ રહાફ મોહમ્મદ અલ-કૂનુન નામનાં એક કિશોરી સાઉદી અરેબિયાથી ભાગ્યાં હતાં. તે બાદ તેઓ ઍરપોર્ટ પર ફસાયાં

હતાં અને સમગ્ર વિશ્વનું ધ્યાન તેમની તરફ ખેંચાયું હતું. તેમણે સ્માર્ટફોનની મદદથી વિશ્વની મદદ માગી હતી જે બાદ તેમને કૅનેડામાં આશરો મળ્યો છે.

આ ઘટનાએ ફરી સાઉદી અરેબિયામાં રહેતી મહિલાઓની જિંદગી પ્રત્યે વિશ્વનું ધ્યાન દોર્યું છે.

સાઉદી અરેબિયામાં મહિલાઓએ પુરુષોના વાલીપણા હેઠળ જિંદગી જીવવાની હોય છે.

અહીં મહિલાઓએ મહત્ત્વના કામ કરતાં પહેલાં તેમના પુરુષ વાલીની મંજૂરી લેવી પડે છે.

એનો મતલબ એ થયો કે મહિલા પોતાના જીવનનો કોઈ પણ અગત્યનો નિર્ણય ત્યારે જ લઈ શકે છે, જ્યારે તેમને પુરુષ પાસેથી મંજૂરી મળી હોય.

અહીં નોકરી કરવા જતી મહિલાઓ પાસેથી સરકારી કે ખાનગી કંપનીઓ તેમના પુરુષ વાલીની મંજૂરીની મહોર માગે છે. જો પુરુષ વાલી નોકરીની મંજૂરી ના આપે તો મહિલાને નોકરી મળતી નથી.

આ પુરુષ વાલીમાં પિતા, પુત્ર, પતિ કે ભાઈમાંથી કોઈ પણ હોઈ શકે. જે સતત મહિલા પર દેખરેખ રાખતા હોય છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો