'રમખાણોમાં થયેલા ગોળીબારનો આજે પણ મને ડર છે'
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

#MyVoteCounts : પહેલીવાર મતદાન પણ શું છે અરમાન?

બીબીસી એક ખાસ સિરીઝ #myvotecounts લૉન્ચ કરી છે, જેની અંતર્ગત અમે એવી યુવતીઓ સાથે મુલાકાત કરાવીશુ કે જેઓ 2019ની લોકસભાની ચૂંટણીમાં પહેલીવાર વોટ આપશે.

એમની પાસેથી જાણીશું કે તેઓ આ ચૂંટણીમાં શું અપેક્ષા રાખે છે અને મતદાનની તાકાત વિશે તેઓ શું વિચારે છે.

આજ કડીમાં સૌથી પહેલી વાત કરી રહ્યાં છે ઉત્તરપ્રદેશના મુઝફ્ફરનગરમાં રહેતા 18 વર્ષના અંકિતા.

તેમને ચૂંટણી અને લોકશાહી મામલે તેમના વિચાર જણાવવા કહેવામાં આવ્યું.

તેમણે બીબીસીને જણાવ્યા તેમના અનુભવ અને તેમની અપેક્ષાઓ.

ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરની આ યુવતી કોમી રમખાણોનાં સાક્ષી રહી ચૂકયા છે.

કોમી રમખાણોએ તેમના જીવનને કેટલું બદલી નાંખ્યું અને હવે મત આપવાનો અધિકાર તેઓ કેવી રીતે વાપરશે તે જાણીએ તેમના જ શબ્દોમાં

આ ખાસ અહેવાલ માટે જુઓ આ વીડિયો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો