હવે ઘરે બેઠાં પણ થઈ શકશે કુંભમેળાના દર્શન

હવે ઘરે બેઠાં પણ થઈ શકશે કુંભમેળાના દર્શન

શ્રદ્ધાળુઓ હવે ઘરેબેઠા કુંભમેળાના દર્શન કરી શકશે. બેંગ્લુરુના એક ટેકનૉલૉજી સ્ટાર્ટ-અપે એવી ઍપ્લિકેશન વિકસાવી છે, જેમાં વ્યક્તિને ઘરે બેઠાં-બેઠાં પણ કુંભમેળામાં હાજર હોય તેવો અહેસાસ થાય છે.

ધાર્મિક ક્ષેત્રમાં ટેકનૉલૉજીના ઉપયોગની અપાર શક્યતાઓ રહેલી છે.

જેમ કે ગંગામાં વર્ચ્યૂઅલ ડૂબકી લગાવી તમે તેને દોસ્તો સાથે સોશિયલ મીડિયામાં શૅર પણ કરી શકો છો. ભગવાનની મૂર્તિની સામે ધાર્મિક વિધિ પણ કરાવી શકો છો.

ભારતમાં ધાર્મિક વિવિધતાને ધ્યાનમાં રાખી સ્ટાર્ટ અપ કરોડો રૂપિયાના બજાર પર પણ મીટ માંડીને બેઠાં છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો