શમીમા બેગમ : હું કયારેય ઇસ્લામિક સ્ટેટની પોસ્ટર ગર્લ નહોતી બનવાં માગતી

શમીમા બેગમ : હું કયારેય ઇસ્લામિક સ્ટેટની પોસ્ટર ગર્લ નહોતી બનવાં માગતી

બ્રિટનનાં શમીમા બેગમ હાલમાં સીરિયાના રૅફ્યૂજી કૅમ્પમાં રહે છે. આજથી ત્રણ વર્ષ પહેલાં ઇસ્લામિક સ્ટેટમાં જોડાવાં માટે શમીમાએ સ્કૂલ છોડી, દેશ છોડ્યો...

તેઓ બ્રિટન છોડીને સીરિયા ગયાં ત્યારે તેમની ઉંમર માત્ર 15 વર્ષ હતી. હાલ 19 વર્ષનાં શમીમાએ કૂખમાં નવ મહિનાનો ગર્ભ અને ગોદમાં બાળક સાથે બ્રિટન પરત ફરવાની ઇચ્છા દર્શાવી છે.

ત્યારે જાણીએ શમીમાના લંડન છોડીને સીરિયા જવાની કહાણી તેમની જ જુબાની. બીબીસી સંવાદદાતા ક્વેન્ટિન સોમરવિલેનો આ ઍક્સક્લૂઝિવ ઇન્ટરવ્યૂ.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો