થાઈલૅન્ડના આ સુંદર બીચ પર કેમ છે પ્રવેશ નિષેધ?

થાઈલૅન્ડના આ સુંદર બીચ પર કેમ છે પ્રવેશ નિષેધ?

પર્યટન એ થાઇલેન્ડની સક્સેસ સ્ટોરી છે. થાઇલૅન્ડમાં પર્યટકોની સંખ્યા છેલ્લા બે દાયકામાં ત્રણ ગણી થઈ છે. પરંતુ થાઇલૅન્ડે તેના માટે કિંમત ચૂકવી છે.

અહીંના અદ્ભૂત અને સુંદર બીચ પર્યટકોના ઘસારાને કારણે બગડી ગયા છે.

આ બીચમાં એ વિશ્વ પ્રસિદ્ધ માયા બૅ દરિયાકિનારાનો પણ સમાવેશ થાય છે જ્યાં ફેમસ હોલીવુડ સ્ટાર લિઓનાર્દો દી કેપ્રિયોની મુવી ધ બીચનું શુટિંગ થયું હતું.

પરંતુ હવે ત્યાં પરવાળાના નાશ બાદ વહીવટીતંત્રએ આ માયા બૅ ને પર્યટકો માટે બંધ કર્યો છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો