900 કરોડનો આ હીરો જોઈને દરેક મહિલા કહેશે.. કાશ, આ મને મળી જાય!

900 કરોડનો આ હીરો જોઈને દરેક મહિલા કહેશે.. કાશ, આ મને મળી જાય!

તમે આજ દિન સુધી કેટલો મોટો હીરો જોયો છે? અને તમારા મતે દુનિયાનો મોટો હીરો કયો છે? હવે તમે કદાચ કહેશો કોહિનૂર.

પણ તમારો જવાબ ખોટો છે. અમે જે હીરાની વાત કરી રહ્યાં છીએ, તે હીરો કોહિનૂર કરતાં પણ મોટો છે. વાત છે ‘જૅકબ ડાયમંડ’ની. આ ડાયમંડ દુનિયાનો સાતમો સૌથી મોટો હીરો છે.

આ હીરાને હૈદરાબાદના છઠ્ઠા નિઝામ મહબૂબ અલી ખાં પાશાએ જૅકબ નામના હીરા વેપારી પાસેથી ખરીદ્યો હતો જેની કિંમત 900 કરોડ રૂપિયા છે.

જાણવા જેવી બાબત એ છે કે જૂના જમાનામાં હૈદરાબાદના નિઝામ હીરાનો ઉપયોગ પેપર વેટ તરીકે કરતા હતા.

એટલું જ નહીં, એક નિઝામ તો તેને અંગ્રેજોની નજરથી છૂપાવવા માટે જૂતામાં પણ પહેરતા હતા.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો