BBC Exclusive : બાલાકોટમાં પ્રત્યક્ષદર્શીએ કહ્યું, 'એવું લાગ્યું જાણે ભૂકંપ આવ્યો'
બાલાકોટમાં રહેતા લોકોના કહેવા પ્રમાણે, મંગળવારે વહેલી સવારે ભયાનક ધડાકા સંભળાયા હતા, જેના કારણે એવું લાગ્યું હતું, જાણે ભૂકંપ આવ્યો હતો.
આવા જ એક પ્રત્યક્ષદર્શીએ બીબીસી સાથે વાતચીતમાં કહ્યું કે નજીકમાં ચાર-પાંચ ઇમારતો ધ્વસ્ત થઈ ગઈ હતી.
ભારત સરકારનો દાવો છે કે બાલાકોટમાં જૈશ-એ-મોહમ્મદના ઉગ્રવાદી કૅમ્પ ઉપર હુમલો કર્યો હતો, જેમાં સંગઠનને ભારે ખુંવારી થઈ હતી.
માત્ર જૈશના તાલીમ કૅમ્પોને ટાર્ગેટ કરવામાં આવ્યા હતા આ સિવાય કોઈ સૈન્ય થાણાં કે નાગરિક વિસ્તાર પર હુમલા નહોતા થયા.
બીજી બાજુ, પાકિસ્તાનની સેનાના પ્રસાર વિભાગના મેજર જનરલ આસિફ ગફૂરના કહેવા પ્રમાણે, 'ભારતીય વિમાનોએ મુજ્ફરાબાદ સૅક્ટરમાં પ્રવેશ કર્યો હતો.'
'પાકિસ્તાનના વાયુદળની વળતી કાર્યવાહીને કારણે પેલોડ બાલાકોટ પાસે પડ્યો હતો. જોઈ જાનહાનિ નથી થઈ અને નુકસાન નથી થયું.'
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો