વિશ્વ મહિલા દિવસ : પરંપરાને નામે ચાલતી વેશ્યાવૃત્તિને પડકારતાં મહિલા

વિશ્વ મહિલા દિવસ : પરંપરાને નામે ચાલતી વેશ્યાવૃત્તિને પડકારતાં મહિલા

પરંપરાઓ નિભાવવાં માટે હંમેશાં મહિલાઓ પર જ ભાર આપવામાં આવે છે. ઘણી વખત કુપ્રથાઓને પરંપરાનું નામ આપીને મહિલાઓ પર થોપી દેવામાં આવે છે અને તેઓ તેમનો ભાર પેઢીઓ સુધી ઝીલે છે.

મધ્યપ્રદેશના મંદસૌર જિલ્લામાં એવી જ એક કુપ્રથા વર્ષોથી ચાલી રહી છે. અહીં વસતા બાછડા સમુદાયમાં મહિલાઓ વેશ્યાવૃત્તિનું કામ કરે છે. આ સમુદાય તેને પોતાની પરંપરા માને છે.

હજારો મહિલાઓ અને છોકરીઓ આ કુપ્રથાની સાંકળમાં બંધાયેલી છે.

કાચી ઉંમરમાં તેમને વેશ્યાવૃત્તિના કાદવમાં ધકેલી દેવામાં આવે છે.

હિનાને પણ પરંપરાના આ નામ પર કુપ્રથાના જંગલમાં ધકેલી દેવામાં આવ્યાં હતાં, પરંતુ તેઓ તેમાંથી પરત નીકળી આવ્યાં અને હવે બીજી છોકરીઓને પણ તેમાંથી બહાર કાઢવાનું કામ કરી રહ્યાં છે.

તેમની એક બાળકી પણ છે. પરંતુ તેઓ તેને ભણાવી ગણાવીને કંઈક બનાવવા માગે છે. બીબીસી સંવાદદાતા ગુરપ્રીત સૈની મંદસૌર પહોંચ્યાં અને હિના સાથે મુલાકાત કરી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો