આ છોકરીઓ સાથે પંજો લડાવવાની હિંમત છે?
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

આ છોકરીઓ સાથે પંજો લડાવવાની હિંમત છે?

પંજો લડાવવાની ગેમમાં દરેક ઉંમરની મહિલા રસ દાખવવા લાગી છે. સ્ટેટ અને નેશનલ લેવલ સુધી તેમણે પોતાની ધાક જમાવી છે.

પંજો લડાવવાનો ખેલ વર્ષ 1995માં શરુ થયો હતો. આ રમત જિલ્લા સ્તર, સ્ટેટ લેવલ, નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલ સુધી રમવામાં આવે છે. ઓછો ખર્ચ કરાવતી આ રમત વિકલાંગો માટે પણ એક તક સમાન છે.

આ ગેમ જલદી પૅરા ઑલિમ્પિકમાં રમવામાં આવશે. ભારતમાં તેની 42 નેશનલ ગેમ્સ રમી લેવામાં આવી છે. 43મી નેશનલ ગેમ એપ્રિલમાં છત્તીસગઢમાં રમવામાં આવશે.

જોકે, આ રમતને અત્યાર સુધી ભારતમાં માન્યતા મળી નથી. ઇન્ડિયન આર્મરેસ્લિંગ ફેડરેશન ભારતમાં આ ગેમ્સ રમાડે છે. આ ફેડરેશનને વર્લ્ડ આર્મરેસ્લિંગ ફેડરેશન પાસેથી માન્યતા મળેલી છે.

આયોજકોને આશા છે કે ભારત સરકાર પણ જલદી આ રમતને માન્યતા આપી દેશે.

વીડિયો : ગુરપ્રીત સૈની/ મનીષ જાલુઈ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

સંબંધિત મુદ્દા