રાજકારણના જાળમાં ફસાયા મસાલાના ખેડૂતો
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

રાજકારણની જાળમાં ફસાયા મસાલાના ખેડૂતો

લોકસભાની ચૂંટણીની ઘોષણા થઈ ગઈ છે અને આજ કડીમાં બીબીસીએ એક સીરિઝ શરૂ કરી છે. ઉદ્દેશ છે કે કૃષિને લગતા મુદ્દાઓ રજૂ કરવા પણ અલગ દ્રષ્ટિકોણથી.

આ પહેલાં અમે કેરળના ઇડુક્કી જિલ્લામાં ખેડૂતોની આત્મહત્યા પર એક અહેવાલ રજૂ કર્યો હતો અને હવે બીબીસી કેરળથી જ બીજો અહેવાલ લઈને આવ્યું છે.

કેરળ વિશ્વભરમાં પોતાની મસાલાની ખેતી માટે પ્રખ્યાત છે. પરંતુ આજકાલ કેરળની હવાઓમાં રાજકીય હિંસાનો મસાલો ભળવા લાગ્યો છે અને કેરળ રાજકીય હત્યાઓ માટે નામના મેળવી રહ્યું છે.

કેરળના મસાલાની યાત્રા પર બીબીસી સંવાદદાતા સલમાન રાવીનો આ ખાસ રિપોર્ટ.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો